પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023। Pradhanmantri Mudra Loan Yojana Gujarat 2023 (PMMY)

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023। Pradhanmantri Mudra Loan Yojana Gujarat 2023 (PMMY): મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત આપને નાનો ધંધો શરુ કરવા અથવા જુના કામને વધારવા માટે સરકાર  રૂ. ૫૦ હજાર થી ૧૦ લાખ સુધીની લોનની સુવિધા આપે છે. આ યોજના હેઠળ ત્રણ તબક્કામાં લોન આપવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની વિગતવાર માહિતી.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) બિન કૉર્પોરેટ, બિન કૃષિ, લઘુ/સુક્ષ્મ ઉદ્યમો માટે  10 લાખ સુધીની લોનની સુવિધા આપે છે જેમાં નીચે મુજબના ત્રણ તબક્કામાં આપને લોન આપવામાં આવે છે.

 • શુશુ લોન
 • કિશોર લોન
 • તરૂણ લોન

લાભ કોને મળશે?

કોઈપણ ભારતીય નાગરિક કે જે નવો ધંધો શરૂ કરવા માગતા હોય અથવા પોતાના હાલમાં ચાલુ ધંધાને વધારવા માગતા હોય તેને રૂ. ૧૦ લાખ સુધીની નાણાંકીય સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ કેટલો લાભ મળશે?

શિશુ લોનઆ યોજના અંતર્ગત રૂ. ૫૦,૦૦૦/- સુધીની લોન મળે છે.
કિશોર લોનઆ યોજના અંતર્ગત રૂ. ૫૦,૦૦૦/- થી ૫,૦૦,૦૦૦/- સુધીની લોન મળે છે.
તરૂણ લોનઆ યોજના અંતર્ગત રૂ. ૫,૦૦,૦૦૦/- થી ૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન મળે છે.

યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ

 • ઓળખકાર્ડ : ચુંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ
 • રહેઠાણનો પુરાવો : ટેલિફોન બિલ, લાઈટ બિલ, પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ, આધારકાર્ડ, પાસપોર્ટ
 • જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)
 • પાસપોર્ટ ફોટા
 • પ્રુફ ઓફ આઈ
 • પ્રુફ ઓફ આઈડેંટીટી, બિઝનેસ એન્ટરપ્રાઈઝ (વ્યવસાય છે એનું પ્રમાણપત્ર)

યોજના અંગેની સામાન્ય શરતો

 • કોઈપણ પ્રકારની ગેરન્ટી વગર લોન મળવાપાત્ર છે.
 • કોઈપણ પ્રોસેસિંગ ફી આપવાની નથી.
 • લોન પરત કરવાનો સમયગાળો ૫ વર્ષનો છે.

યોજનાનો લાભ ક્યાંથી મળે?

 • જાહેર બેંકો, ખાનગી બેંકો, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો, સહકારી બેંકો, માઈક્રોફાયનાન્સ, ઈન્સ્ટીટ્યુશન, બિન નાણાંકીય સંસ્થાઓ દ્રારા મળી શકશે.

કયા કયા વ્યવસાય માટે લોન મળી શકે?

 • દુકાનદાર
 • શાકભાજી અને ફળફળાદી વેચનારા
 • ટેક્ષી ડ્રાઈવર
 • મરઘા એકમ
 • ટ્રક ડ્રાઈવર
 • ખાણીપીણી વેચનારા,
 • રીપેરીંગ કરનાર
 • લઘુ ઉદ્યોગોના ઓપરેટર,
 • ફ્રુડ પ્રોસેસર અને બીજા એકમો ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે
 • નાના ધંધાવાળા જે માલિક યો અને પાર્ટનરશિપમાં ધંધો ચલાવતા હોય
 • અન્ય ધંધા

અરજીફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું?

આ યોજનાને લાગુ પડતા તમામ ફોર્મ નીચે આપેલ છે તેમજ તેને ડાઉનલોડ કરવાની લિંક પણ આપેલ છે જેથી આપ સરળતાથી ડાઉનલોડ કરી શકશો.


શિશુ લોન માટેનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા
અહિ ક્લિક કરો
કિશોર લોન માટેનું અરજીફોર્મ ડાઉનલોડ કરવાઅહિ ક્લિક કરો
તરુણ લોન માટેનું અરજીફોર્મ ડાઉનલોડ કરવાઅહિ ક્લિક કરો

યોજનાની માહિતી માટેના હેલ્પલાઈન નંબર

ટ્રોલ ફ્રી ફોન નંબર (ગુજરાત સ્તરે) – ૧૮૦૦૨૩૩૮૯૪૪

ટોલ ફ્રી ફોન નંબર (રાષ્ટ્રસ્તરે) – ૧૮૦૦૧૮૦૧૧૧૧, ૧૮૦૦૧૧૦૦૦૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *