પીએમ કિસાનના 2000 રૂપિયાનું સ્ટેટસ ચેક કરો, ચેક કરો જમા થયો કે નહિ ?

પીએમ કિસાનના 2000 રૂપિયાનું સ્ટેટસ ચેક કરો,  ખેડૂતમિત્રો આજે આપણે વાત કરીશું જે પીએમ કિશાન નિધિના 2000 જમા થાય છે તેનું સ્ટેટસ કઈ રીતે ઓનલાઈન જોઈ શકાય. અને જો હપ્તો ના આવતો હોય તો કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે અને તે ડોક્યુમેન્ટ્સ કોને આપવા આ તમામ માહિતી આજે આપણે આ પોસ્ટ માં જોઈશું.

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી માનધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ વગેરે યોજનાઓ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના વિશે આપ જાણતા હશો. આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM Kisan Yojana નો લાભ ચાલુ રાખવા માટે હવે તમારે eKYC કરવું પડશે. આ ઓપ્શન હવે PM Kisan ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

પીએમ કિસાનના 2000 રૂપિયાનું સ્ટેટસ ચેક કરો

પી.એમ કિસાન અગત્યની નોંધ :

  • ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રીએ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઈન eKVC કરવું પડશે.
  • જો ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પરથી eKYC નહીં કરેલ હોય તો 2000/- નો હપ્તો બંધ થઈ જશે.
  • જો આપણે આ યોજનાનો લાભ મળતો હોય તો અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના ડોક્યુમેન્ટના આધારે eKYC કરાવી લેશો… 

પી.એમ કિસાન વિષે માહિતી

  • સરકાર દગાખોરી રોકવા માટે ખેડૂતોને સીધો હપ્તો આપી રહી છે. એવામાં તમારા માટે જાણવું જરૂરી છે કે આ મહિને આવનારો હપ્તો તમને મળશે કે નહીં. આ જાણવા માટે તમારે તમારું સ્ટેટસ ચેક કરવાનું જરૂરી રહે છે. જો તમારો હપ્તો રોકાયો છે તો તેનું કારણ શું છે. અથવા કયા કારણોથી તમને હપ્તો મળી રહ્યો નથી. તેને માટે તમે આવનારો હપ્તો ક્યારે મેળવી શકો છો વગેરે તમામ સવાલોને માટે તમારે ઓનલાઈન જાણકારી મેળવવાની રહે છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર આ યોજનામાં અત્યાર સુધી 2000 રૂપિયાના કુલ ૧૨ હપ્તા આપી ચૂકી છે અને હપ્તો આવનારો છે. આ યોજનામાં રજિસ્ટર્ડ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે.

આ રીતે ચેક કરી લો તમારું ખાતુ

  • સૌ પહેલા તો તમે પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • અહીં તમને જમણી બાજુએ ‘Farmers Corner’ નો વિકલ્પ મળશે.
  • અહીં ‘Beneficiary Status’ ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં નવું પેજ ખુલશે.
  • નવા પેજ પર જાઓ અને સાથે બેંક ખાતા સંખ્યા, મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. આ 3 નંબરોની મદદથી તમે તેને ચેક કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવ્યા કે નહીં.
  • તમે જે વિકલ્પને પસંદ કર્યો છે તેનો નંબર ભરો અને પછી ‘Get Data’ પર ક્લિક કરો.
  • અહીં ક્લિક કર્યા બાદ તમે દરેક ટ્રાન્ઝેક્શનની જાણકારી મેળવી શકો છો. કયો હપ્તો ક્યારે તમારા ખાતામાં આવશે અને કઈ બેંકના એકાઉન્ટમાં ક્રેડિટ થયો છે તે પણ જાણી શકશો.
  • હપ્તાની જાણકારી પણ તમને અહીં મળી જશે.
  • જો તમે ‘FTO is generated and Payment confirmation is pending’ લખેલું જોઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલી રહી છે. થોડા દિવસમાં તમે રૂપિયા મેળવી શકશો.

પી.એમ કિસાન જાણો ક્યારે આવશે હપ્તો

  • આ યોજનાના આધારે દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000 રૂપિયાના 3 ભાગમાં તેમના ખાતામાં આપે છે. પહેલો હપ્તો 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો બપ્તો 31 માર્ચની વચ્ચે આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિની સ્કીમ મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019થી શરૂ કરી અને તે 1 ડિસેમ્બર 2018થી લાગૂ કરાઈ હતી.

પીએમ કિસાનના 2000 રૂપિયાનું સ્ટેટસ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક

પીએમ કિસાન 12 હપ્તો ચેક કરો ?અહીં ક્લિક કરો
પીએમ કિસાન મોબાઈલ એપડાઉનલોડ કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પીએમ કિસાન 12મા હપ્તાની જમા કર્યા ની તારીખ શું છે?

પીએમ કિસાન 12 મા હપ્તાની તારીખ 17 October 2022

પીએમ કિસાન 12મા હપ્તાની સત્તાવાર વેબસાઈટ કઈ છે? 

ઓફિસિયલ વેબસાઈટ: pmkisan.gov.in 

Updated: November 6, 2022 — 8:19 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *